મોરબી : ગત 10 મે - 2020 ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા B. Sc. Sem - 1નું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની નામાંકિત એલિટ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક અને દ્વિતિય ક્રમાંક મેળવ્યો હતો. જેમાં સોલંકી એકતાબેન 86.90% મેળવીને સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. ભીમાણી હિપલબેન 85.27% મેળવીને સમગ્ર મોરબી જીલ્લામાં દ્વિતિય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે અને ઘોડાસરા રધિકાબેન 80.00% મેળવીને કોલેજમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જ્યારે B. Sc. Sem - 6માં રાણીપા હાર્દિક 86.72% મેળવીને કોલેજમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. ખાખરીયા પ્રિયંકાબેન 84.36% મેળવીને કોલેજમાં દ્વિતિય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે અને ભાલોડિયા અપેક્ષાબેન 83.09% મેળવીને કોલેજમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ, દ્વિતિય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ કલોલા સાહેબ તથા પ્રિન્સીપાલ ભાવેશભાઈ ચાડમિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.