મોરબી : લૂંટાવદર નિવાસી સુરેશભાઈ તળશીભાઈ ઝાબરીયાના પુત્ર સાવનના લગ્ન ધુનડા નિવાસી જયંતીભાઈ લક્ષ્મણભાઇ કાસુંદ્રાની પુત્રી વિધી સાથે 24 મેને રવિવારે આયોજિત થયા હતા. આ લગ્ન વિધિમાં બન્ને પક્ષ તરફથી નજીકના સગા-સ્નેહીજનોએ જ ઉપસ્થિત રહી નવદંપતિને નવજીવન મંગલમય રહેવના આશીર્વચન પાઠવ્યા હતા. ઉપસ્થિત થોડાક માંડવિયા-જાનૈયાની ઉપસ્થિતિમાં આ મંગલ પ્રસંગ સંપન્ન કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વર્ષે લગ્નસરાની સિઝનને લોકડાઉનનું ગ્રહણ લાગી જતા સેંકડો માંગલિક પ્રસંગો અટકી પડ્યા છે ત્યારે તંત્રએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન, મોં પર માસ્ક અને નિશ્ચિત મહેમાનોની ઉપસ્થિતિમાં લગ્નો, સગાઈ જેવા પ્રસંગો સંપન્ન કરવાની છૂટ આપી છે જેના નિયમોનું પાલન કરી નાગરિકો તરફથી પૂરો સહકાર આપવામાં આવી રહ્યો છે. જો કે જિંદગીનો અમૂલ્ય, અનેરો અને સ્વઉત્સવ સમાન માંગલિક પ્રસંગ પ્રભુતામાં પગલાં ભરનાર દંપતિને આજીવન સંભારણારૂપ બની રહે છે તેમાં કોઈ બેમત નથી.