મોરબી : મોરબીમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં ગત મોડીરાત્રે સાપ નીકળતા અફડાતફડી મચી ગઇ હતી. જોકે મોરબીના યુવાને એક કલાકનો જહેમત બાદ સાપને પકડી સલામત જગ્યાએ છોડી મુક્યો હતો. ગતરાત્રે મોરબીના મહિલા પોલીસ મથકે ક્યાંકથી સાપ આવી ચડ્યો હતો. અને મહિલા પોલીસ સ્ટેશનના ગેઇટ પર સાપ આવી ચડતા ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલે સાપ પકડવામાં માહિર કૌશિકભાઈ વડસોલા ઉર્ફે સીટીને જાણ કરી હતી. આથી કૌશીકભાઈ તુરત જ મહિલા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને તેમને એક કલાકની જહેમત બાદ સાપને પકડીને સલામત જગ્યાએ છોડી લીધો હતો. આ સાપ છ ફૂટ લાંબો હતો અને સાપને પકડીને સલામત જગ્યાએ છોડી દીધો હતો.