વાંકાનેર : શહેનશાહ એ વાંકાનેર શાહબાવાનો ઉર્ષ દર વર્ષે ઇદના બીજા દિવસે એટલે કે વાસી ઇદના દિવસે મનાવવામાં આવતો રહ્યો છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે સરકારે ધાર્મિક સ્થળોના જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ મુકેલો હોય. તેમની ચુસ્ત અમલવારી માટે શાહબાવા દરગાહ કમિટીએ ઉર્ષના તમામ કાર્યક્રમો મોકૂફ રાખેલ છે. આથી, લોક્ડાઉનના કારણે દર વર્ષે ઈદના બીજા દિવસે ઉજવવામાં આવતા શાહબાના ઉર્ષના દરેક કાર્યક્રમો મોકુફ રાખેલ છે. જેથી કોઈએ દરગાહ પર આવવું નહીં અને પોતાના ઘરેથી ફાતિયાખાની કરી લેવા અપીલ કરવામાં આવી છે. તેમ કમિટીએ શાહબાવાના ચાહકો અને અકીદતમંદોને યાદીમાં જણાવ્યું છે.