મોરબી : હાલમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે સ્વચ્છતા રાખવી અત્યંત જરૂરી છે. મોરબીમાં પણ અનેક સ્થળો સહીત જાહેર રસ્તાઓને વારંવાર સૅનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીના અવની ચોક પાસેથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો તેમજ સ્થાનિકો ગંદકી અને ઢોરનો અસહ્ય ત્રાસ વેઠી રહ્યા છે. અવની ચોક પાસે સિંચાઈ વિભાગ દ્વારા પાણીની કેનાલ સાફ કરવામાં આવી હતી. પરંતુ સફાઈ દરમિયાન નીકળેલો કચરો ઉપાડવામાં આવ્યો નથી. તેથી, ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે. ઉપરાંત, ઢોરનો ત્રાસ પણ વધી ગયો છે. પશુઓ કચરામાં ખાવા આવે છે. જેના કારણે ગંદકીમાં વધારો થાય છે. આ સમસ્યા અંગે તંત્રએ બેદરકારી દાખવતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.