મોરબી : ગઈકાલે તા.19ના રોજ મોરબી તાલુકા પોલીસ દ્વારા જુગારની રેઇડ દરમ્યાન વનાળીયા ગામમાં વનાળીયા સ્કુલ પાસે સ્ટ્રીટ લાઈટ નીચે જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ રકમ રૂ. 6,170 સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ બનાવમાં આરોપીઓ મામદભાઈ હસનભાઈ સુમરા (ઉ.વ.૩૨, ધંધો.શાકભાજી વેચવાનો), આરીફ કાસમભાઈ સુઢા (ઉ.વ.૨૪, ધંધો.મજુરી), મયુરભાઈ ગોકળભાઈ ટાટા (ઉ.વ.૨૪, ધંધો.-મજુરી રહે. વાવડી રોડ, ભગવતીપરા મનીષ સ્કુલની બાજુમા, તા.જી.મોરબી), અમ્રુતભાઈ ઉર્ફે ટીનો મનસુખભાઈ પુનતીયા (ઉ.વ.૨૨, ધંધો.મજુરી) તથા અસ્લમ અલરખાભાઈ પરમાર (ધંધો.ખેતી, ઉ.વ.૩૧, રહે. બધા વનાળીયા ગામ તા.જી.મોરબી) સામે જુગારધારા મુજબ ગુનો નોંધી અટકાયત કરવામાં આવેલ છે.