- text
મોરબી : મોરબીની સનવિસ સિરામિક કંપની વાળા અરવિંદભાઈના પત્ની અલ્પાબેન અરવિંદભાઈ પનારાએ આજે તેના જન્મદિવસ નિમિત્તે ગૌસેવા કરવાના હેતુથી 3000 કિલો શાકભાજી ગૌશાળાને ગાયોના ભોજન માટે દાનમાં આપ્યું હતું. જે કોરોના હેલ્પ ગ્રુપના માધ્યમથી દાન કરવામાં આવ્યું હતું. આમ, તેઓએ સેવાકાર્ય થકી જન્મદિવસની ઉજવણી કરી હતી.
- text
આ ઉપરાંત, યુવા ઉદ્યોગપતિ અજયભાઇ લોરિયા તથા યોગી પટેલે પણ કોરોના હેલ્પ ગ્રુપના માધ્યમથી 1100 કિલો શાકભાજીનું ગાયમાતાને ભોજન માટે દાનમાં આપી ધન્યતા અનુભવી હતી.
- text