સવારે ગોરખપુરની ટ્રેનમાં 1662 અને સાંજે કાનપુર-આગ્રાની ટ્રેનમાં 1627 શ્રમિકો બેસીને વતન રવાના થયા મોરબી : મોરબીથી આજે વધુ બે ટ્રેન યુપી દોડાવવામાં આવી હતી.જેમાં સવારે ગોરખપુરની ટ્રેનમાં 1662 અને સાંજે કાનપુર-આગ્રાની ટ્રેનમાં 1627 શ્રમિકો બેસીને વતન રવાના થયા હતા. મોરબીથી છેલ્લા કેટલાક સમયથી બહાર રાજ્યોના ફસાયેલા શ્રમિકોને વતન પહોંચડાવવા સતત ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.જેમાં મોરબીથી આજે બે ટ્રેનો યુવી રવાના કરવામાં આવી હતી.અને મોરબીના રેલવે સ્ટેશનેથી સવારે ગોરખપુરની ટ્રેન ઉપડી હતી.જેમાં 1662 શ્રમિકોને ટ્રેનમાં તેમના વતન ગોરખપુર મોકલવામાં આવ્યા હતા.જ્યારે સાંજે કાનપુર-આગ્રાની ટ્રેનમાં1627 શ્રમિકો હર્ષોલ્લાસભેર અને ભારત માતા કી જયના નાદ સાથે વતન જવાના રવાના થયા હતા.તેમજ આવતીકાલ બુધવારે ચાર ટ્રેનો રવાના થશે.જેમાં સવારે 9 વાગ્યે ,બપોરે 12 વાગ્યે ,સાંજે 4 વાગ્યે અને સાંજે 7 વાગ્યે ગોરખપુર,, જોનપુર ,દેવરિયા, બસ્તિ એમ ચાર વધુ ટ્રેનો દોડશે. આજે ટ્રેન રવાના થઈ એમા એક બે દિવસ પહેલા જ જન્મેલી બાળકી પણ પોતાની પરિવાર સાથે આગ્રા જવા નીકળી હતી.આ બે દિવસની બાળકી સાથે આવેલી માતાને અગવડતા ન પડે તે માટે તંત્રએ યોગ્ય વ્યવસ્થા ગોઠવી હતી.જેમાં આ બાળકીની સાથેની માતાને ઉભા નહિ રાખીને તાત્કાલિક ટ્રેનમાં યોગ્ય વ્યવસ્થા સાથે બેસાડી દેવામાં આવી હતી.