મોરબી : મોરબી સ્વચ્છતા અભિયાન સમિતી દ્વારા મોરબીની સ્વચ્છતા માટે પાછલા ઘણા મહિનાઓથી નિયમિત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જો કે લોકડાઉનની પરિસ્થિતિને લઈને ઘણા સમયથી આ સમિતી દ્વારા કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું. હવે જયારે મોરબી જિલ્લા સહીત મોરબી શહેરને પણ લોકડાઉનને લઈને થોડી છૂટછાટ મળી છે ત્યારે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતી દ્વારા મોરબી શહેરમાં સૅનેટાઈઝ છંટકાવ કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ 19ને મંગળવારે સાંજે 04થી 05 દરમ્યાન રવાપર રોડ સ્થિત બાપાસીતારામ ચોક ખાતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા સમિતિના માત્ર ત્રણ-ચાર સભ્યો દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સફાઈ અભિયાન સમિતી પાસે લોકોની લાગણી અને માંગણી હતી કે સ્વચ્છતા અભિયાન સમિતી સેનિટાઇઝરનો છંટકાવ કરે. લોકોની લાગણી જોઈ સ્વચ્છતા અભિયાન સમિતિએ આ કાર્ય હાથ ધર્યું છે.