મોરબીના ખાખરાળા ગામે કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયા બાદ આ દારૂનો જથ્થો માળિયાના મોટા દહીંસરા ગામેથી આવ્યાની કેફિયત મળતા ત્યાં પણ એલસીબી ત્રાટકી : પાંચ શખ્સો સામે નોંધાતો ગુનો મોરબી : મોરબી એલસીબીએ ખાખરાળા ગામે કારમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધા બાદ આ દારૂનો જથ્થો જ્યાંથી આવ્યો તે જગ્યાએ પણ દરોડો પાડી કુલ 7.55 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો અને સાથે 5 શખ્સો સામે બે ગુના નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીની ટીમે બાતમીના આધારે ખાખરાળા ગામના પાટિયા પાસેથી એક રેનોલ્ટ કવિડઝ કાર રજિસ્ટ્રેશન નં. જીજે 36એલ 5810 નંબરની કારમાંથી વિદેશી દારૂ બોટલ નંગ 48 કિંમત રૂ. 14,400 તથા કાર કિંમત રૂ. 2,00,000ના મુદ્દામાલ સાથે રાજપાલસિંહ અશોકસિંહ જાડેજા અને અર્જુનસિંહ શક્તિસિંહ જાડેજાને પકડી પાડી બન્નેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં બન્ને શખ્સોએ આ દારૂનો જથ્થો નિર્મળસિંહ મંગળસિંહ ઝાલા રહે. મોટા દહીંસરા ગામ વાળાએ આપેલ હોવાની કેફિયત આપી હતી. જેના આધારે એલસીબીની ટીમે માળિયાના મોટા દહીંસરા ગામે દરોડો પાડી નિર્મળસિંહના મકાનમાં અજયસિંહ ભાવુભા જાડેજા, હરદેવસિંહ ભાવુભા જાડેજા દારૂ વેચાણની પ્રવૃત્તિ ચલાવતા હોય ત્યાં દરોડો પાડીને વિદેશી દારૂની રૂ. 6,40,800ની કિંમતની 3564 બોટલ પકડી પાડી હતી. આમ એલસીબીની ટીમે બે સ્થળોએ દરોડો પાડી રૂ. 8.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કુલ 5 શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, હેડ કોન્સ. ઈશ્વરભાઈ ક્લોતરા, ચંદુભાઈ કાણોતરા, દિલીપભાઈ ચૌધરી, જયવંતસિંહ ગોહિલ, ચંદ્રકાન્તભાઈ વામજા, કૌશિકભાઈ મારવણીયા, કોન્સ.ભગિરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, નિરવભાઈ મકવાણા, યોગેશદાન ગઢવી, સહદેવસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભરતભાઇ મિયાત્રા, ભરતભાઇ જિલરીયા, આશિફ્ભાઇ ચાણક્યાં, સતીષભાઈ કાંજીયા વગેરે જોડાયા હતા.