મોરબી : મોરબીના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા દ્વારા મોરબી જિલ્લાના10 એકરમાં મીઠું પકવતા અગરીયાઓને સહાય આપવા અંગે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે ગુજરાતમાં રણકાંઠાના વિસ્તારોમાં રહેતા 10 એકર મીઠાના અગરીયાઓ પરીવાર સાથે મીઠાના અગરમા ઝુપડી બાંધી ખ૨ા તાપમમાં રાત-દિવસ મહેનત કરીને માંડ-માંડ પોતાનું નિર્વાહ ચલાવતા હતા. તેવામાં વિશ્વભરમા ફેલાયેલા કોરોના વાઈરસે જિંદગી અસ્તવ્યસ્ત કરી નાખી છે. ભારતભરમા કોરોનાને લીધે લોકડાઉનથી તમામ અગરિયાઓના પરીવારોની જીદગીને અસર પડી છે પરંતુ સૌથી ખરાબ હાલત તો ગામડાઓમા ૧૦ એકર જમીનમા મીઠું પકવતા ગરીબ પરીવારોની છે. મોરબી જીલ્લામાં હરીપર ગામમાં 40, જાજાસરમા 45, બગસરામાં 15, નવલખી-વર્ષામેડીમાં 20, વેણાસરમાં 25, ચીખલીમાં 18, ટીકરમાં આશરે 60 જેટલા અગરીયાના પરીવારો રહે છે. તેઓ પાસે કોઈ જ જાતની સુવિધા મળતી નથી અને પરેશાની ભોગવી રહયા છે. સાથે જ આ પરીવારો પાસે વિધોટી ભરવાના પૈસા નથી હોતા. અત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાથી ઉગારવા 10 એકર જમીનમા મીઠું પકવવા માટે જે લીઝ આપેલ તે હજી સુધીમા ઘણા લોકોની લીઝ રીન્યુ કરેલ નથી. આ સમાજના લોકો શિક્ષણથી વંચીત હોઈ, જેથી કાયદાના અજાણ હોઈ. તેથી, આ તમામ 10 એક૨ મીઠાના અગરીયાઓની અરજી ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરાઈ છે.