મોરબીમાં તંત્રની મંજૂરી સાથે બે યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

- text


 

મોરબી : મોરબીમાં તંત્રની મંજૂરી સાથે બે યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા.જેમાં કેશવનગર (જીવાપર) ગામે રહેતારવજીભાઈ ચતુરભાઈ લોરીયાની પુત્રી સોનલબેનના લગ્ન જીકિયારી ગામના મનસુખભાઇ નરસીભાઈ બાવરવાના પુત્ર ચેતન સાથે યોજાયા હતા.તેમજ તંત્રની પરવાનગી સાથે ગાળા નિવાસી દિનેશભાઈ મગનભાઈ ઉઘરેજાના પુત્ર ગૌરવના લગ્ન ભરતનગર નિવાસી દિનેશભાઈ વિઠ્ઠલભાઇ ફેફરની પુત્રી પૂજા બેન સાથે યોજાયા હતા.આ લગ્ન પ્રસંગમાં સોશ્યલ ડિસ્ટન્સના પાલન અને સેનીટાઈંઝરની વ્યવસ્થા સાથે માસ્ક પહેરીને બન્ને યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી સંસાર જીવનની શુભ શરૂઆત કરી છે.

- text