લોકડાઉન ઇફેક્ટ : મોરબીમાં જૈન પરિવારના ઘરમાં મહેમાન બનીને ઠાઠ માઠથી રહેતો બિલાડીનો પરિવાર

- text


 

ઘરમાં ટેશથી સોફે બેસી, આઈસ્ક્રીમ તેમજ અવનવી વાનગી ખાઈને શાનદાર જીવન જીવતી બિલાડી સૌને અચરજમાં મૂકી દયે છે

મોરબી : મોરબીના જૈન પરિવારના ઘરમાં લોકડાઉન દરમિયાન એક બિલાડીનો પરિવાર ઠાઠ માઠથી રહી રહ્યો છે. આ બિલાડી ટેશથી સોફા ઉપર બેસી, આઈસ્ક્રીમ તેમજ અવનવી વાનગી આરોગીને શાનદાર જીવન જીવે છે. આ બિલાડીને જોવા વાળા પણ મોઢામાં આંગળા નાખી જાય છે.

- text

મોરબીના સામાકાઠે આવેલ રીલિફનગર સોસાયટીમા રહેતા મેહુલભાઈ મહેતા અને તેની પત્ની નિશાબેનના ઘરે એક વર્ષ પહેલા બીલાડીનુ બચ્ચું આવ્યુ હતું. જે ભૂખ્યું હોવાથી મહેતા દંપતિએ દૂધ પીવડાવીને તેની જઠરાગ્નિ ઠારી હતી. જોત જોતામાં આ બિલાડી દરરોજ તેમના ઘરે આવવા લાગી હતી. અને જાણે પરિવારનો સભ્ય બની ગઈ હતી. ત્યારે લોકડાઉન દરમિયાન તો આ બિલાડી તેમના ઘરમાં જ પોતાના બચ્ચા સાથે સ્થાયી થઈ ગઈ હતી. મહેતા પરિવારે આ બિલાડીનું નામ રૂબી પાડયુ છે.આજે રૂબી જાણે પોતાનું જ ઘર હોય તેમ રૂઆબથી સોફે બેસે છે અને નવી નવી વાનગીઓ આરોગે છે. આમ મહેતા પરિવારની સાથે ઠાઠ માઠથી રહેતી રૂબીને જોઈને સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ જાય છે.

- text