- text
મોરબી : મોરબી જિલ્લામાં 3 દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ માટે માસ સેમ્પલિંગ લેવાનું શરૂ કરાયું છે. જોકે રાહતની વાત એ છે કે છેલ્લા બે દિવસમાં લેવાયેલા તમામ માસ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ત્યારે આજે રવિવારે પણ મોરબી જિલ્લામાં વધુ 243 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ કાલે આવશે.
- text
આજે લેવાયેલા માસ સેમ્પલમાં મોરબી સિવિલમાં 42, હળવદમાં 40, વાંકાનેરમાં 30, જેતપર મચ્છુ કેન્દ્ર ખાતે 30, માળિયામાં 20, ચરાડવા કેન્દ્રમાં 20, લુણસરમાં 9, ટંકારામાં 20 અને તાલુકા હેલ્થ ઓફીસ ખાતે 32 સહિત કુલ 243 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં પત્રકારો, જેલનો સ્ટાફ, સરકારી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
- text