ટંકારા : ગીર સોમનાથ (વેરાવળ)ના SP રાહુલ ત્રિપાઠી દ્વારા ટંકારાના પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ લાભુભાઈને એક ગુનોનો ભેદ ઉકેલવાની કામગીરીમાં સહયોગી બનવા માટે પ્રસંશાપત્ર આપવામાં આવ્યો છે. ગીર સોમનાથ (વેરાવળ) જિલ્લાના તાલાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ખંત અને કાળજીપૂર્વક ફરજ અદા કરવા માટે તપાસકર્તા અધિકારીને ગુનો ડિટેકટમાં સહકાર આપવા માટે મોરબી જિલ્લાના ટંકારાના પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ લાભુભાઈને ગીર સોમનાથ (વેરાવળ)ના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રશંશાપત્ર અર્પણ કરવામાં આવેલ છે. ટંકારાના પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ કર્તવ્યનિષ્ઠાથી તાલાળાના પોલીસ વિભાગને લાભદાયી નીવડતા તેઓની કામગીરીને બિરદાવવા માટે પ્રસંશાપત્ર આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા વિક્રમભાઈ આહીર એ તાલાલા પોલીસ મથકે નોંધાયેલ અપહરણ અને પોસકોના કેસનો આરોપી મોબાઇલ લોકેશન આધારે ટંકારામાં હોવાનું જાણતા તેણે પકડી પાડવામાં મદદ કરી હતી.