માળીયા (મી.) : મોરબી જિલ્લાનાં માળિયા તાલુકાની મેઘપર પ્રાથમિક શાળાનાં શિક્ષક હિમાંશુભાઈ સરવૈયા તેમજ કુંતાસી પ્રાથમિક શાળાનાં શિક્ષક બેચરભાઈ ગોધાણીએ લોકડાઉનનાં વિપરીત સમયમાં પણ બાળકોનાં શિક્ષણની ચિંતા કરી બાળકો ઘેર રહી અભ્યાસ કરી શકે તે માટે તૈયાર કરેલ વિશેષ કામગીરીની નોંધ શિક્ષણ વિભાગ-ગાંધીનગર દ્રારા લેવામાં આવી છે. ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગનાં કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનાં SRP પ્રકાશભાઈ ભટ્ટી દ્રારા રજુ કરવામાં આવતાં વિડીયો એપીસોડમાં આ બન્ને શિક્ષકોની કામગીરીનો ઉલ્લેખ કરી શિક્ષણ ક્ષેત્રે આપેલ યોગદાન માટે બિરદાવ્યા હતા. https://youtu.be/_FRJCIHQBDk https://youtu.be/Q3IqfOBIqXQ