મોરબી : ડેરી માટે કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને ચેક અપાયા

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા સંચાલિત ડેરીની કલ્યાણકારી યોજનાઓ પૈકી દૂધઘર અને ગોડાઉન બનાવવા માટે તેમજ બી.એમ.સી અને એ.એમ.ટી.એસ. ખરીદવા માટે આજ રોજ જિલ્લા પંચાયતમાં લાભાર્થી સંસ્થાઓને જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા, ચેરમેન અમુભાઈ રાણાભાઇ હુંબલ તેમજ રાજુભાઈ ચૌહાણ અને પશુપાલન નિયામક ભોરણીયા સાહેબ હસ્તક લાભાર્થીઓને રૂપિયા ₹ ૧૪,૪૬,૪૨૦/- ની રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.

- text