મોરબી : હાલમાં લોકડાઉનના પગલે પરવાનગી વગર જિલ્લાફેર કરવું ગુનો છે. તેમ છતાં અન્ય જિલ્લાઓમાંથી ગેરકાયદેસર મોરબી જિલ્લામાં પ્રવેશ મેળવીને અહીં રહેવા લાગ્યા હોવાનું પોલીસ તંત્રને ધ્યાને આવતા આ તમામ સામે ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મોરબી શહેરના નવલખી રોડ પર યમુનાનગરમાં રહેતા બીપીનભાઈ નરશીભાઈ કણઝારીયા (ઉ.વ. 34) અને તેના પત્ની ડીમ્પલબેન (ઉ.વ. 29) રાજકોટ જીલ્લાના પડધરી તાલુકાના નાના ખીજડીયા ગામેથી મોરબી આવી ગયા છે. તેમજ વિસીપરા વિસ્તારના કુલીનગરમાં રહેતા કાદરભાઈ ગગાભાઈ મોવારની દીકરી નજમાબેન (ઉ.વ. 20) રાજકોટના કોઠારિયાથી મોરબી આવી ગયેલ હોવાનું તંત્રને ધ્યાને આવેલ છે. તેથી, આ 3 લોકો સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવેલ છે. તેમજ આરોગ્ય તંત્રએ તકેદારીના પગલાં લીધેલા છે.