ટંકારા : ટંકારાના સજ્જનપર ગામે વારસાગત જમીનના પ્રશ્ને મારામારી થઈ હતી. જેમાં ચાર વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બાબતે યુવાને ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે. ટંકારાના સજ્જનપર ગામે થયેલી મારામારીના બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના વડેસરપીરની દરગાહ પાસે રહેતા અને ઢોર ચરાવવાનો વ્યવસાય કરતા રાહુલ નારણભાઈ લામકા નામના યુવાને આરોપીઓ વાંકાનેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા રમેશભાઈ કાથડભાઈ હણ, રણધીરભાઈ રમેશભાઈ હણ, વિજયભાઈ રમેશભાઈ હણ અને જયેશભાઇ નવઘણભાઈ હણ સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના પરિવાર અને આરોપીઓ વચ્ચે.ભાયું ભાગની જમીનનો વિવાદ ચાલતો હોય જે બાબતે બોલાચાલી થતા ફરિયાદી પક્ષના લોકો સમજાવવા જતા મામલો બચકાચો હતો અને ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી તથા તેમના પક્ષના મળીને ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો. જેમાં ચારેય વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.