મોરબી : મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામમાં રહેતા 55 વર્ષીય દયાબેન મગનભાઇ ચારોલા ગઈકાલે તા. 13ના રોજ અજાણ્યા કારણોસર બેલા ગામમાં આવેલ કુવામાં પડી જતા ડુબી ગયા હતા. આથી, તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.