ટંકારા : અમદાવાદના પત્રકાર ધવલ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેના સંદર્ભે આજે ટંકારાના મીડિયા ગ્રુપ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેનો મૂળ હેતુ અવારનવાર મિડિયા કર્મીઓ પર કેસ કરી તેને ફસાવી દેવાની તેમજ ખોટા ગુનાઓ નોંધવા સામે ટંકારા મીડિયા ગ્રુપનો વિરોધ દર્શાવવાનો હતો. અમદાવાદના ધવલ પટેલ વિરુદ્ધ રાજ્યના મુખ્યમંત્રીને બદલવા બાબતે ફેસ ઓફ નેશનના સંપાદક ધવલ પટેલ દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ધવલ પટેલ વિરુદ્ધ રાષ્ટદ્રોહનો ગુનો નોંધી સ્વતંત્રતા પર તરાપ લગાવી પત્રકારને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે વિરોધ દર્શાવવા ટંકારાની મામલતદાર કચેરી ખાતે આજે ટંકારાના પત્રકારો દ્વારા આવેદપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ જેની ટંકારાના પત્રકારોએ કડક શબ્દોમાં વખોડી મામલતદાર મારફતે સરકારને લેખિતમાં રજૂઆત કરી કેસ પાછો ખેંચી લેવા માંગ કરી હતી.