મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં પાવળીયારી માતાજીના મંદિર નજીકના ભાગેથી જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. આજે તા. 13 ના મોરબી તાલુકા પોલીસના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન રેઇડ કરતા સોખડા ગામની સીમમાં પાવળીયારી માતાજીના મંદિર નજીકના ભાગે મંદિર પાસે જાહેરમાં બેટરીના લાઇટના અંજવાળે ખુલ્લી જગ્યામાં તીનપતીનો રોનપોલીસનો પૈસાવડે હારજીતનો જુગાર રમતા 7 ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓ મેરામભાઇ બીજલભાઇ ખાંભરા (ઉ.વ.37), બીજલભાઇ અણદાભાઇ સુરેલા (ઉ.વ. 38), કિશોરભાઇ હરીભાઇ સુરેલા (ઉ.વ. 26), રમેશભાઇ નરસંગભાઇ બાલાસરા (ઉ.વ. 40), દિલિપભાઇ ગાંડુભાઇ બાલાસરા (ઉ.વ. 62), દિલિપભાઇ લાભુભાઇ સુરેલા (ઉ.વ. 48) તથા વિજયભાઇ ગોવિંદભાઇ બળદા (ઉ.વ. 38, તમામ રહે.સોખડા, તા.જી.મોરબી)ની કુલ રોકડ રૂ. 28,150 કબ્જે કરી ધોરણસર અટક કરી તમામ આરોપીઓ વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ તેમજ મોરબી જીલ્લાના કોરોના સબંધિત જાહેરનામાનો ભંગ કરી આઇ.પી.સી. મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.