મોરબી : મોરબી જિલ્લામાં હાલ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયેલો છે. આ દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા સઘન આરોગ્ય તપાસ ચલાવવામાં આવી રહી છે. જેમાં મોરબીના બરવાળા ગામના 27 વર્ષના યુવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને આઇસોલેશન વોર્ડમાં ખસેડીને સેમ્પલ લેવામાં આવ્યા છે. અને આ સેમ્પલને લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.