મોરબી : મોરબી હોમીઓપેથીક મેડિકલ એસોસિએશન દ્વારા કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારતી હોમીયોપેથીક દવાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. હોમીયોપેથીક દવાનું મોરબી જિલ્લાના કોરોના વોરિયર્સ એવા દરેક પોલીસ તેમજ તેમના દરેક સહયોગી સ્ટાફ તેમજ તેમના પરિવારજનો, મોરબી તાલુકા મામલદાર ઓફિસ સ્ટાફ તેમજ તેમનાં પરિવારજનો, સીટી મામલદાર ઓફીસ સ્ટાફ તેમજ તેમનાં પરિવારજનો, જિલ્લા કલેક્ટર ઓફિસ સ્ટાફ તેમજ તેમનાં પરિવારજનોને વિતરણ કરાયું હતું. આયુષ મંત્રાલય દ્વારા સંશોધિત કોરોના સામે લડત આપતી રોગપ્રતિરોધક હોમીયોપેથીક દવાનું મોરબી જિલ્લાના કોરોના વોરિયર્સ એવા દરેક પોલીસ તેમજ તેમના દરેક સહયોગી સ્ટાફ તેમજ તેમના પરિવારજનો, મોરબી તાલુકા મામલદાર ઓફિસ સ્ટાફ તેમજ તેમનાં પરિવારજનો, સીટી મામલદાર ઓફીસ સ્ટાફ તેમજ તેમનાં પરિવારજનો, જિલ્લા કલેક્ટર ઓફિસ સ્ટાફ તેમજ તેમનાં પરિવારજનો મળીને ૮૫૦૦ ડોઝનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ એસોસિએશનના ડો. નિલેશ ગામી દ્વારા ૨૦૦૦૦ જેટલા ડોઝ, ડો. સંજય ભુત દ્વારા ૬૫૦૦ ડોઝ તેમજ એસોસિએશનના અન્ય ડોક્ટરો દ્વારા ૩૦૦૦ જેટલા ડોઝનું વિતરણ જાહેર જનતા માટે પણ નિશુલ્ક રીતે કરવામાં આવ્યું હતું. અને આવનારા સમયમાં પણ જરૂર મુજબ વિતરણ કરવામાં આવશે અને દરેક નાગરીકો આ દવા નજીકના હોમીયોપેથીક ડૉક્ટર પાસેથી મેળવી શકો છો.