ટંકારા પોલીસે અપહરણમાં વપરાયેલી કાર અને હથિયારો કબ્જે કર્યા ટંકારા : ટંકારામાં જમીનના પૈસાના ડખ્ખામાં યુવાનનું ચાર શખ્સો કારમાં અપહરણ કરી જઈને માર માર્યો હતો. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ગણતરીના દિવસોમાં ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા.આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી અપહરણમાં વપરાયેલી કાર અને હથિયારો કબ્જે કર્યા હતા. મૂળ ટંકારાના હડમતીયા ગામના વતની અને હાલ રાજકોટના તિરુપતિ બાલાજી પાર્ક શેરી નંબર 4 સત્યપ્રકાશ સ્કૂલની બાજુમાં , 200 ફૂટ કોઠારીયા રિંગ રોડ ઉપર રહેતા શૈલેષભાઈ ગંગારામભાઈ મેરજા ઉ.વ.40 નામના યુવાને ટંકારાના હડમતીયા ગામના અશોકભાઈ ઠાકરશીભાઈ મેરજા ,શૈલેષભાઇ મનજીભાઈ મેરજા ,હિતેશભાઈ કાનજીભાઈ મેરજા અને દિલીપભાઈ ઉર્ફે દેવેન્દ્ર મનજીભાઈ મેરજા સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા.11 ના રોજ બપોરના સમયે હડમતીયા અને લજાઈ ગામ વચ્ચે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે જમીનના રૂપિયા વિવાદ હોય જેનો ખાર રાખી આરોપીઓએ કેટા ગાડી તથા હોન્ડા સીટી ગાડીઓમાં આવીને ફરિયાદી પાસે પૈસાની માંગણી કરી હતી અને ઝપાઝપી કરીને ઝાપટ મારીને આરોપીઓ ફરિયાદીને કારમાં બળજબરીથી બેસાડીને અપહરણ કરી ગયા હતા. ચારેય આરોપીઓ કારમાં ફરિયાદીનું અપહરણ કરી પીઠડ ગામની સીમમાં લઈ જઈ ફરિયાદીને આરોપીઓ પ્લાસ્ટિકના ધોકા અને ઉઘા ધારીયાથી બેફામ માર મારીને છોડી મુક્યા બાદ યુવાને ટંકારા પોલીસ મથકે પહોંચીને આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ ટંકારા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી અને આજે બાતમી મળતા ટંકારા પીએસઆઇ એલ.પી.બગડા , રાઇટર સુરેશભાઈ ઠોરિયા ,હરદીપસિંહ સહિતના સ્ટાફે ચારેય આરોપી ઓઅશોકભાઈ ઠાકરશીભાઈ મેરજા ,શૈલેષભાઇ મનજીભાઈ મેરજા ,હિતેશભાઈ કાનજીભાઈ મેરજા અને દિલીપભાઈ ઉર્ફે દેવેન્દ્ર મનજીભાઈ મેરજાને કાર અને હથિયારો સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.