ઘુનડા ગામે વીજળીના કારણે મૃત્યુ પામેલા મહિલાના પરિવારને વધુ 2 લાખની સહાય

- text


મોરબી : મોરબી તાલુકાના ઘુનડા ગામે તા. 09/09/2019 ના રોજ આકાશી વિજળી પડવાના કારણે માંડલિયા રિટાબેન દિનેશભાઇનું મૃત્યુ નિપજ્યું હતુ. તેમના પરિવારને આર્થિક સહાય મળે તે હેતુથી સીએમ રીલીફ ફંડમાંથી 4 લાખનો ચેક 12/09/2019 ના અર્પણ કરેલ હતો. હવે પીએમ રિલીફ ફંડમાંથી 2 લાખની સહાય મંજુર થઈ હતી. ગઇકાલે મૃતકના માતુશ્રી ચંપાબેન દિનેશભાઇને તાલુકા વિકાસ અધિકારી પી.એ.ગોહિલ તેમજ કે.કે.મહેતા તા.પં.મોરબી અને સરપંચ પ્રવિણભાઇ રંગપરીયા દ્વારા ચેક અર્પણ કરવામા આવ્યો હતો.

- text