પરમિશન વિનાના 18 પેસેન્જર સાથે મુંબઈથી કચ્છ જતી બસ ઝડપાઇ

- text


માળીયા (મી.) : માળીયા મીયાણા પોલીસ ટીમ દ્વારા મુંબઇથી પરમીશન વગર 19 માણસોને બેસાડી કચ્છ જતી લકઝરી બસને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલી જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

માળીયા મી. પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમા હોનેસ્ટ ચેક પોસ્ટ પર અન્ય જીલ્લા તથા અન્ય રાજયમાથી આવતા જતા વાહનોની સઘન ચેકીંગ હાથ ધરવામા આવેલ છે. આ દરમ્યાન ગઈકાલે તા. 12 ના રોજ સાંજના 4-30 વાગ્યાના અરસામાં અમદાવાદ તરફથી એક પેસેન્જર ભરેલ લક્ઝરી બસ જેનો આરટીઓ નંબર MH 46 AH 0865 હતો. તે નિકળતા પોલીસે તેને રોકી પરમીટ ચેક કરી જોતા તેમા લકઝરી બસ નંબર MH 43 H 4244 ની પરમીટ હતી. પરંતુ આ લકઝરી બસમા પેસેન્જરો ભરેલ હતા. પેસેન્જરોને ચેક કરતા જે પૈકી કેટલાક પેસેન્જરો કાયદેસર પરમીશન વાળા હતા. તેમજ કેટલાક પેસેન્જરો પરમીશન વગર ના હતા.

આ પેસેન્જરો મુંબઇથી કચ્છ મુકામે જતા હતા. આ બસમાં પ્રવાસનું આયોજન કરનાર વિરજીભાઈ સવજીભાઈ મણોદરા (ઉ.વ.48, રહે. હાલ રામદેવ સીહા ચાલ, રૂમ નં 13, મુબઈ, મુળ રહે. સુઈગામ, તા. રાપર, જિ. કચ્છ ભુજ)ને પોલીસે પુછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આરોપી વીરજીભાઈએ અગાઉ મુંબઇથી કચ્છમાં આવવા માટે લકઝરી બસ દ્વારા તેમાં પ્રવાસ કરનાર માણસોનું લીસ્ટ આપી મહારાષ્ટ્ર સરકારમાં પરમિશન મેળવવા માટે અરજી કરેલ હતી. અને આ પરમિશન મળવામાં સમય લાગતા પરમિશનમા રજુ કરેલ લિસ્ટ પૈકીના કેટલાક માણસો આવેલ ન હતા તથા કેટલાક માણસોએ પ્રવાસ રદ કરેલ છે. જેથી, પોતે પરમિશન વાળા માણસો તથા બિજા 18 માણસો પરમિશન વગર આ લકઝરીમા બેસાડી કચ્છ જવા નિકળેલ હતા.

- text

જેઓ વિરુધ્ધ આઇ.પી.સી. કલમ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી મેડીકલ તપાસણી કરાવી ડોક્ટરની દેખરેખ હેઠળ પરમીશન વગરના 18 માણસો મળી કુલ 37 જેટલા મહીલા તથા બાળકો સહીત મોટી બરાર, તા. માળીયા (મી.)ના સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં રાખવામા આવેલ છે.

- text