મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામના વણકરવાસમાં રહેતા ધીરૂભાઇ પરમારની 22 વર્ષીય દીકરી વર્ષાબેને ગઈકાલે તા. 11ના રોજ અજાણ્યા કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.