- text
પાલિકા અને પોલીસની ટીમોએ ગંદકી ફેલાવતા અને નડતરરૂપ થતા 20 જેટલા ખખડધજ વાહનો તથા મંજૂરી વગર લગાવાયેલા 100થી વધુ બેનરો દૂર કર્યા
મોરબી : મોરબી પાલિકાએ લોકડાઉન વચ્ચે શરૂ કરેલી દબાણ હટાવ ઝુંબેશ આજે પણ યથાવત રહી છે. જેમાં પાલિકા અને પોલીસની ટીમોએ શહેરમાં બિનજરૂરી રહેલા વર્ષો જુના વાહનોને જાહેર જગ્યાએથી દૂર કર્યા હતા. અને સાથોસાથ મંજૂરી વગર લગાવાયેલા બેનરો પણ હટાવ્યા હતા.
- text
મોરબી પાલિકા દ્વારા ગઈકાલે દબાણ હટાવ્યા બાદ આજે પણ આ ઝુંબેશ ચાલુ રાખી છે. જેમાં આજે પાલિકા અને મહિલા પોલીસ મથકના પીઆઇ સાકરિયા સહિતના સ્ટાફે નહેરૂગેટ ચોકથી લઇને રવાપર રોડ સુધીમાં જાહેરમાં વર્ષોથી નડતરરૂપ રહેલા ખખડધજ 20 વાહનો દૂર કરવામાં આવ્યા હતા. સાથે મંજૂરી વગર લગાવવામાં આવેલા 100થી વધુ બેનરો પણ હટાવવામાં આવ્યા હતા. આમ પાલિકાએ આજે પણ લોકડાઉન વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ ચલાવી ઉતી.
- text