મોરબી : ભારતીય સંસ્કૃતિમાં ગાયનું માહાત્મ્ય અનેરું છે. ત્યારે મોરબીના યુવા ઉદ્યોગપતિએ પુત્રના જન્મદિવસની ઉજવણી ગૌશાળામાં દાન આપીને કરી હતી. મોરબીના યુવા ઉદ્યોગપતિ પંકજ કોરીંગાએ તેના પુત્ર ઝિયાનનો આજે જન્મદિવસ છે. તે નિમિત્તે અન્ય ખર્ચ કરવા કરતાં સત્કરીમાં પૈસાનો ઉપયોગ થાય તેવા હેતુથી તેમના સંતાનોને મધર ટેરેસા આશ્રમ અને યદુનંદન ગૌશાળાની મુલાકાત કરાવી હતી. તેમજ ગૌશાળામાં દાન કર્યું હતું. આમ, મોરબીના યુવા ઉદ્યોગપતિએ ગૌશાળામાં દાનમાં આપી પુત્રનો જન્મદિવસ ઉજવ્યો હતો.