ટંકારા : ટંકારાના હડમતીયા ગામ નજીક રોડ ઉપર આવેલ ગૌશાળાના સંચાલકે આજે પોતાની ગૌશાળા ખાતે જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.આ બનાવ સંદર્ભે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકે આર્થિક ભીંસથી કંટાળીને આ અંતિમ પગલું ભરી લીધાનું હાલ ખુલ્યું છે.આ અંગે ટંકારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે આ બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ સુપેડીના વતની અને છેલ્લા સાત વર્ષથી મોરબીના રવાપર રોડ ઉપર આવેલ યોગી એપાર્ટમેન્ટમાં રહેતા અને ટંકારાના હડમતીયા ગામ પાસે રોડ ઉપર બંસીધર ડેરીફાર્મ ધરાવતા નિલેશભાઈ કાંતિભાઈ ફળદુ ઉ.વ.40 એ આજે સવારે 10 વાગ્યાની આસપાસ પોતાની ગૌશાળાની ઓરડીમાં ગળેફાંસો ખાઈને અપઘાત કરી લીધો હતો.ત્યાંરબાદ આ ગૌશાળા આવેલ એક ગોવાળે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી જોતા આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી બાદમાં ગૌશાળાના સંચાલકને ટંકારાના દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે ટંકારા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક છેલ્લા કેટલાક વર્ષોથી આર્થિક સંકળામણ અનુભવતા હોય હતાશ થઈ જઈને તેમણે આ અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે.આ બનાવ અંગે ટંકારાના બીટ જમાદાર પ્રફુલ પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.