મોરબી : આરોગ્ય ભારતી (કર્ણાવતી વિભાગ, ગુજરાત પ્રાંત) દ્વારા નોવેલ કોરોના વાયરસથી બચવા માટે નીચેના ઉપાયો કરવા અને કફ વધે નહીં તેવી જીવનપદ્ધતિ અપનાવવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. વધુ વિગત માટે ડો. પ્રવીણભાઈ ભાવસાર 98250 51142 તથા ડો. ભાસ્કર ભટ્ટ 98250 46693 નો સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે. સવારે સૂર્યોદય પહેલા ઉઠવું. દિવસભર ગરમ-સુખોષ્ણ પાણી પીવાનો આગ્રહ રાખવો. જેથી કફનો નાશ થાય છે. 150 મીલી સુખોષ્ણ દૂધમાં અડધી ચમચી હળદર નાંખીને પીવું. સવાર-સાંજ નાકના બંને નસકોરામાં તલનું તેલ કે ગાયનાં સુખોષ્ણ ઘીનાં 2-2 ટીપાં નાખવા. જેથી કોઈપણ જાતનાં સંક્રમણથી રક્ષણ મળે છે. તલનું તેલ કે નારીયેળનું તેલ 1 અથવા 2 ચમચી લઈ મોઢામાં ભરી રાખી ઉપર નીચે ફેરવવું અને ત્યારબાદ ગરમ પાણીથી કોગળા કરવા. કફ કે ગળામાં ખારાશ હોય તો લવિંગ પાવડર 2 ગ્રામની માત્રામાં મધ સાથે દિવસમાં 2 વાર લેવો. સુકો કફ હોય તો અજમો અને ફુદીનાને ગરમ પાણીમાં નાખી તેની વરાળ દિવસમાં 1 વાર નાકમાં લેવી. સાંજે સૂર્યાસ્ત પહેલા હલકું ભોજન લેવું. શાકભાજીમાં દૂધી, પરવળ, કારેલા, કોળુ, લસણ, આદુ, ફુદીનો, ઘાણા વગેરેનો વધુ ઉપયોગ કરવો. ફળોમાં દાડમ, પપૈયું, આમળા, નારંગી, મોસંબી વગેરેનો વધુ વપરાશ કરવો. મગનો ગરમ-ગરમ સૂપ લેવો પણ હિતકારી છે. દહીં, છાશ, લસ્સી, આઈસ્ક્રીમ, ઠંડા પીણાનો ઉપયોગ ટાળવો. સૂંઠ, મરી, તુલસી, અરડૂસી, હળદળ, ગોળનો 1 ગ્લાસ પાણીમાં ઉકાળો બનાવી ચોથે ભાગે ઉકાળી પીવાથી ઈમ્યુનીટી બુસ્ટ થાય છે. તાંબાના જલ પાત્ર અથવા માટલીમાં (15 લિટર) 10-15 તુલસી પત્ર નાખી નિયમીત તેનો ઉપયોગ કરવો. સવાર-સાંજ જમ્યા પછી નાની ચમચી ભરેલી સુંઠનો પાવડર જીભ ઉપર 5-7 મિનીટ સુધી રાખી લાળ સાથે ભળી જાય ત્યારબાદ ગાળામાં ઉતરી જવો. વિષ્ણુ સહસ્ત્ર નામનો નિત્ય પાઠ કરવો.