મોરબી : મોરબીમાં નજરબાગની પાછળ શુભાષનગરમાં રહેતા 37 વર્ષીય ગૌતમભાઇ મગનભાઇ મુછડીયાએ ગઈકાલે તા. 10ના રોજ અજાણ્યા કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પત્ની સાથે વારંવાર ઝગડા થતા હોવાથી અને પત્ની થોડા સમયથી પિયર રિસામણે જતી રહી હોવાથી ટેન્શનમાં રહેતા હોવાના લીધે યુવકે અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.