મોરબી : મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલ દ્વારા જિલ્લામાં વિલેજ કન્ટેન્ટમેન્ટ પ્લાન અમલમાં મુકવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પંચાયત, મોરબીને નોડલ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. આ વિલેજ કન્ટેન્ટમેન્ટ પ્લાન મુજબ સરપંચ અને તલાટી-કમ-મંત્રીએ ગામમાં અન્ય જીલ્લા, અન્ય રાજ્ય કે વિદેશથી આવેલ વ્યક્તિઓની રજીસ્ટરમાં નોંધણી કરવાની રહેશે. તથા દરેક ગામમાં શાળા કે અન્ય સંસ્થાની ઇમારતને ક્વોરોન્ટાઇન ફેસેલીટી તરીકે નિર્ધારીત કરવાની રહેશે. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અર્બન હેલ્થ સેન્ટરનાં તબીબી અધિકારીને જાણ કરી તપાસ કરાવવાની રહેશે. આ ઉપરાંત, અન્ય જિલ્લા, અન્ય રાજ્ય કે વિદેશથી આવતી વ્યક્તિને આરોગ્ય વિભાગની વખતો-વખતની ગાઇડલાઇન મુજબ હોમ/ફેસેલીટી ક્વોરોન્ટાઇનમાં રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે. અને તેની અમલવારી સબંધિત ગામના સરપંચ તથા તલાટી-કમ-મંત્રીએ સુનીશ્ચીત કરવાની રહેશે. તે માટે 50 ઘર દિઠ એક સ્વંયસેવક નિમવાના રહેશે. તેમજ સબંધિત તલાટી-કમ-મંત્રીએ દરરોજ સાંજે 4 વાગ્યે નિયતનમુનામાં સબંધિત નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટિંગ કરવાનું રહેશે. તેમજ આ કોરોનાં વોરીયર્સની ટીમ પોતે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરશે અને અન્યને કરાવશે. જો કે વોલીટીયર્સ તરીકે NCC, શિક્ષક અન્યને લઇ શકાશે. આ વિલેજ કન્ટેન્ટમેન્ટ પ્લાન અંગેના રીપોર્ટની સમીક્ષા જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ-અધિકારી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ કરવાની રહેશે. તેવો કલેક્ટરે આદેશ આપેલો છે.