ગઈકાલના 6 સેમ્પલ માંથી હળવદની યુવતિનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો : અન્ય 5 સ્ક્રીનીંગ સેમ્પલના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા મોરબી : મોરબી જિલ્લામાં આજે વાંકાનેરમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. તેની વચ્ચે રાહતના સમાચાર છે કે ગઈકાલે શનિવારે વધુ 6 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી રાજકોટ લેવાયેલા હળવદની યુવતીનો રિપોર્ટ ગઈકાલે જ નેગેટિવ આવી ગયો હતો. જ્યારે અન્ય 5 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે . મોરબી જિલ્લામાં ગઈકાલે હળવદની 35 વર્ષની યુવતીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ હતી. જેનો રિપોર્ટ પણ ગઈકાલ સાંજ સુધીમાં નેગેટિવ જાહેર થયો છે. જ્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં અન્ય પાંચ લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમના રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં આજે વાંકાનેરમાં એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય સહિતના વિભાગોમાં દોડધામ મચી ગઇ છે.