મોરબી : મોરબીના સામાકાંઠે રહેતી મહિલાને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવી હતી.તેમ છતાં આ મહિલા હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરીને નવા જાંબુડિયા ગામે પહોંચી ગઈ હતી.આથી બી ડિવિઝન પોલીસે આ મહિલા સામે એપિડેમિક ડીસીઝ એક્ટ મુજબ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ પાટડી તાલુકાના વતની અને હાલ મોરબીના સામાકાંઠે આવેલ પાવનપાર્ક સોસાયટીની શેરી નંબર 5 માં રહેતા ચંદ્રિકાબા સબળસિંહ ઝાલા ઉ.વ.45 નામના મહિલાને 14 દિવસના હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા.જેમાં તેમને ઘરમાંથી બહાર નીકળવાની સ્પષ્ટ મનાઈ હોવા છતાં તેઓ ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.આ મહિલા હોમ ક્વોરન્ટાઇનમાંથી બહાર નીકળીને મોરબીના નવા જાંબુડિયા ગામે પહોંચી ગયા હતા.આ બાબતની જાણે થતા મોરબી બી ડિવિઝન પીએસઆઇ શુકલે આ મહિલા સામે હોમ.કવરોન્ટાઈનના ભંગની ફરિયાદ નોંધાવી હતી.