વાંકાનેર : ગઈકાલે તા. 9ના રોજ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ દ્વારા વાંકાનેર આંબેડકરનગર શેરી નં. 2માં આસોપાલવના ઝાડ પાસે 3 ઇસમોને ગંજી પતાના પાના વડે તીન પતીનો પૈસાથી હાર જીતનો જુગાર રમતા રોકડ રૂ. 7200 તથા મોબાઇલ નંગ 3, કી.રૂ. 16,000 સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ બનાવમાં રમેશભાઇ વશરામભાઇ ચાવડા (ઉ.વ. 48, ધંધો મજુરી, રહે આંબેડકરનગર શેરી નં. 2), પ્રકાશભાઇ દલાભાઇ સુમેસરા (ઉં.વ. 42, ધંધો મજૂરી, રહે આંબેડકરનગર શેરી નં. 3) તથા રણછોડભાઇ સોમાભાઇ સાટઠીયા (ઉ.વ. 38, ધંધો મજુરી, રહે આંબેડકરનગર શેરી નં. 3) વિરુદ્ધ જુગાર ધારા મુજબ ગુનો નોંધી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.