બપોર પછી બીજી ટ્રેન એમપીના રતલામ જવા ઉપડશે મોરબી : મોરબીમાં સીરામીક ઉધોગમાં કામ કરતા બહાર રાજ્યો શ્રમિકોને વતન પહોંચાડવા માટે ગુરુવારથી ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યા બાદ આજે શનિવારે સવારે મોરબીથી 1234 શ્રમિકોને લઈને એક ટ્રેન ઝારખંડ (ટાટાનગર) જવા રવાના થઈ હતી. જ્યારે બીજી ટ્રેન બપોર પછી મધ્ય પ્રદેશના રતલામ જવા ઉપડશે. મોરબીના સીરામીક ઉધોગના પરપ્રાંતીય મજૂરોની વતન વાપસીની પુરજોશમાં કાર્યવાહી ચાલી રહી છે. જેમાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી સીરામીક એસોના સંકલનને કારણે શ્રમિકોને વતનમાં પહોંચડાવ માટે સ્પે. ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જેમાં ગુરુવારે એક ટ્રેન 1200 શ્રમિકોને લઈને ઝારખંડ રવાના થઈ હતી અને શુક્રવારે બે ટ્રેન 2400 શ્રમિકોને લઈને ઉત્તરપ્રદેશ જવા રવાના થઈ હતી. ત્યારે આજે શનિવારે સવારે મોરબીથી શ્રમિકોને લઈને એક ટ્રેન ઝારખંડ (ટાટાનગર) જવા રવાના થઈ હતી. આ ટ્રેનના 20 કોચ છે અને દરેક કોચમાં 60 શ્રમિકોને બેસાડવામાં આવ્યા છે. આ રીતે 1234 શ્રમિકો આજે ટ્રેનમાં બેસીને વતન ઝારખંડ જવા રવાના થયા છે. જોકે આ શ્રમિકોને વતન જવાની મંજૂરી અને મેડિકલ સર્ટી કાઢી આપવામાં આવ્યા છે. તેમજ રસ્તામાં અગવડતા ન પડે તે માટે શ્રમિકોને ફૂડ પેકેટ અને પાણીની બોટલ આપવામાં આવી છે. આ તકે સીરામીક એસો. અને વહીવટી તંત્ર તેમજ સંસ્થાઓએ યોગ્ય વ્યવસ્થા કરી હતી. જ્યારે બીજી ટ્રેન બપોર પછી મધ્ય પ્રદેશના રતલામ જવા ઉપડશે. જેમાં સોશ્યલ ડિસ્ટન્સ અને શ્રમિકો માટે ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે.