મોરબી : ગ્રીન ઝોન જાહેર થયા બાદ મોરબી જિલ્લામાં બહારના અન્ય જિલ્લામાંથી આવતા લોકોનું સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે. ત્યારે જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ પૂર્વ મંજૂરી વગર મોરબીમાં આવી ચડેલા વધુ એક દંપતિ સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. મોરબીના સામા કાંઠે આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પીટલ પાસે વ્રજ ટાવર એપાર્ટમેન્ટમાં રહેતા સંજયભાઇ કચરાભાઇ સાવલીયા (ઉ.વ. 31) તથા તેમના પત્ની અંકિતાબેન (ઉ.વ. 30) તેમના વતન સરસઇ (તા. વિસાવદર, જી. જુનાગઢ)થી મોરબી આવ્યા હોવાનું તંત્રને ધ્યાનમાં આવ્યું હતું. તેથી, મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દંપતી સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જાહેરનામાનો ભંગ કરી તથા કોરોના વાયરસનું સંક્રમણ વધે તેવુ બેદરકારીભર્યુ ક્રુત્ય કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ આરોગ્ય તંત્રને દંપતી માટે તકેદારીના પગલાં લીધા હતા.