આજના 6 સેમ્પલ માંથી હળવદની યુવતિનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો : અન્ય 5 સ્ક્રીનીંગ સેમ્પલના રિપોર્ટ કાલે આવશે મોરબી : મોરબી જિલ્લામાં આજે શનિવારે વધુ 6 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી રાજકોટ લેવાયેલા હળવદની યુવતીનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. જ્યારે અન્ય 5 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેના રિપોર્ટ કાલે આવશે. મોરબી જિલ્લામાં આજે હળવદની 35 વર્ષની યુવતીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ હતી. જેનો રિપોર્ટ પણ સાંજ સુધીમાં નેગેટિવ જાહેર થયો છે. જ્યારે મોરબીમાં આજે અન્ય પાંચ લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ કાલે આવશે.