મોરબી : મોરબીમાં આજદિન સુધી પરપ્રાંતીય શ્રમિકો માટે ચાર ટ્રેન રવાના કરવાં આવી છે જેમાં 4800 શ્રમિકોને તેના વતન પરત મોકલવામાં આવ્યા છે તો બીજી બાજુ આજે એસટી વિભંગ દ્વારા પણ દસ બસને સુરત ખાતે રત્ન કલાકારોને લેવા માટે મોકલવામાં આવી છે મોરબીમાં જુદી જુદી ચાર ટ્રેન પરપ્રાંતીય લોકોને તેના વતન પહોંચાડવા માટે દોડાવવામાં આવી છે જેમાં આગામી સમયમાં વધુ પાંચ ટ્રેન પણ દોડાવવામાં આવશે અને પરપ્રાંતીય શ્રમિકોને તેના વતન આરોગ્યની ચકાસણી સાથે મોકલવામાં આવશે જેના બાદ હવે સરકારે આંતર રાજ્યમાં અટવાયેલા રત્નકલાકરો માટે પણ તેના વતન સુધી પહોંચાડવાની શરતી જાહેરાત કરી હતી.જેના પગલે મોરબીથી સુરત દસ એસટી બસો મોકલવામાં આવી છે જે રત્નકલાકરોને તેના વતન મોરબી ખાતે પરત લાવશે અને સાથે આરોગ્યની ચકાસણી તેમજ તેના ઘરે જાતે જ સરપંચ દ્વારા હોમ ક્વોરોન્ટાઇન સહિતની કામગીરી કરવી પડશે. એટલું જ નહિ મોરબીમાંથી મોકલેલી એસટી બસના ડ્રાઇવરોને પણ સૅનેટાઈઝેસન તેમજ માસ્ક અને આરોગ્યની ચકાસણી કરવી અનિવાર્ય રહેશે મોરબીથી આરોગ્યની ચકાસણી કાર્ય બાદ જ સુરત તરફ જવા માટે રવાના કરશે અને સુરત થી આરોગ્યની ચકાસણી કર્યા બાદ મોરબી પરત અવવા માટે મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ મોરબી આવી ફરી તેઓને આરોગ્યની ચકાસણી કરવી અનિવાર્ય રહેશે.