મોરબી : મોરબી તાલુકાના નવી ટીંબડી ગામે રહેતા 35 વર્ષીય વિજયભાઇ ભીખાભાઇ પરમારએ ગઈકાલે તા. 7 મેના રોજ પોતાના ઘરે અજાણ્યા કારણોસર ગળેફાસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. બાદમાં મૃતકના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.