વહેલી તકે મોરબી અમદાવાદ હાઇવે બંધ ન થાય તો ગ્રીનમાંથી રેડ થતા વાર નહિ લાગે તેવી જાગૃત નાગરિકે ટકોર કરી મોરબી : મોરબીમાં એક જાગૃત નાગરિકે ટ્વીટર મારફત કલેકટરને રજુઆત કરી હતી કે કોરોના હોટસ્પોટ ગણાતા અમદાવાદમાંથી મોરબી આવતા લોકોને અટકાવવા માટે મોરબી અમદાવાદ હાઇવે તાત્કાલિક બંધ કરવો જરૂરી છે. જો વહેલી તકે મોરબી અમદાવાદ હાઇવે બંધ ન થાય તો ગ્રીનમાંથી રેડ થતા વાર નહિ લાગે તેવી જાગૃત નાગરિકે ટકોર કરી છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે તે અમદાવાદ જિલ્લાને કોરોના હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં દિવસેને દિવસે કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. આથી, અમદાવાદમાંથી લોકો અન્ય જગ્યાએ જાય તો કોરોનાનુ સંક્રમણ વધી શકે તેમ છે. તેથી, અમદાવાદમાંથી લોકોને મોરબી આવતા અટકાવવા માટે મોરબી અમદાવાદ હાઇવે બંધ કરવો ખૂબ જ જરૂરી છે. આ અંગે જાગૃત નાગરિક ક્યુર પંડ્યાએ ટ્વીટ કરીને મોરબી કલેકટર ટકોર કરી હતી કે રાજકોટ કલેકટરે રાજકોટ અમદાવાદ હાઇવે બંધ કરીને કોરોનાનું સંક્રમણ અટકાવવા ખૂબ આવકારદાયી નિર્ણય લીધો છે. આવી રીતે મોરબી કલેકટર તાત્કાલિક અસરથી મોરબી અમદાવાદ હાઇવે બંધ કરવાનો નિર્ણય જાહેર કરે તેવી માંગ કરી છે. જોકે હાલ કોરોના મુક્ત થતા મોરબી જિલ્લો ગ્રીન ઝોન જાહેર થયો છે. પણ મોરબી અમદાવાદ હાઇવે તાત્કાલિક બંધ ન કરાય તો ગ્રીન ઝોન મોરબી જિલ્લા રેડ ઝોન બનતા વાર નહિ લાગે. તેમ તેમણે જણાવીને આ દિશામાં કલેકટર યોગ્ય નિર્ણય જાહેર કરે તેવી માંગ કરી છે.