મોરબી : હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. જેમાં મુસ્લિમ બિરાદરો આ આખા માસ દરમિયાન રોજા રહે છે. ત્યારે મોરબીના કાલીકા પ્લોટમાં પરસોતમ ચોક વિસ્તારમાં રહેતા જાવિદ જુસબ મિયાં બુખારીના 9 વર્ષના દીકરા સૈયદ સાહીલ જાવિદ મિયાં બુખારીએ રમઝાન માસનું તેરમુ રોજુ પૂર્ણ કર્યું છે. તેમજ સૈયદ અનવર જુસબ મિયાં બુખારીના 11 વર્ષના દીકરા સૈયદ મોહિનુદીન અનવર મિયાં બુખારી તથા અનવર જુસબ મિયાંના 9 વર્ષના દીકરા સૈયદ હાસ્મી મિયાં અનવર મિયાં બુખારી એ રમઝાન માસનું તેરમુ રોજુ પૂર્ણ કર્યું છે. વધુમાં, વાંકાનેર તાલુકાના અમરસર ગામમાં રહેતી 10 વર્ષની બાળકી બ્લોચ આરઝુ સબીરભાઈએ રમઝાન માસનું તેરમુ રોજુ પૂર્ણ કર્યું છે. આમ, મોરબી જિલ્લામાં મુસ્લિમ સમાજના વડીલોની સાથે બાળકો રમઝાન માસમાં રોજા રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે.