પાણીનું પરબ ખોલવા ઈચ્છુકોએ હરીશભાઈ રાજાનો સંપર્ક કરવા અપીલ મોરબી : પ્રવર્તમાન સમયે કોરોનાનો કાળો કહેર સમગ્ર વિશ્વમા પ્રવર્તી રહ્યો છે. જ્યારે બીજી બાજુ સુર્યનારાયણ દેવ કોપાયમાન થઈ રહ્યા છે, ઉનાળાની કાળજાળ ગરમી અને કોરોનાનો ડર લોકોને સતાવી રહ્યો છે. ત્યારે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ જાહેર જનતા માટે ઉનાળાની કાળજાળ ગરમીમા ઠંડુ પાણી પીવડાવવાનો સેવા યજ્ઞ શરૂ કરવામા આવ્યો છે. રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના ખજાનચી હરીશભાઈ રાજા દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ શહેરના વિવિધ સ્થળોએ ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામા આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગ્રીન ઝોન સહીતના વિસ્તારોમા પાન-મસાલાની દુકાનો ખોલવા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે. જ્યારે બીજી બાજુ મોરબી જીલ્લો ગ્રીન ઝોનમા હોવાથી સાંજના ૫ વાગ્યા સુધી બજારો ધમધમી રહી છે. શહેરના વિસ્તારો તેમજ ગામડેથી ખરીદી કરવા આવતા લોકોને આ કાળજાળ ગરમીમા પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે ત્યારે જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ મિનરલ ઠંડા પાણીની વ્યવસ્થા શહેરના વિવિધ બજારીય વિસ્તારોમા કરવા મા આવી રહી છે. જે ખરેખર સ્તુત્ય પગલુ છે. જે કોઈ વ્યક્તિ શહેરની મુખ્ય બજારોમા પોતાના વ્યવસાયિક પ્રતિષ્ઠાન પાસે ઠંડા પાણીનુ કેન્દ્ર ખોલવા ઈચ્છુક હોય તેમણે હરીશભાઈ રાજા (મો. ૯૮૭૯૨ ૧૮૪૧૫)નો સંપર્ક કરવો તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે યાદીમા જણાવ્યુ છે.