ટંકારા : હાલ વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને પગલે લોકડાઉનનુ પોલીસકર્મીઓને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પાલન કરાવે છે. કાયદો વ્યવસ્થાના રખેવાળ તરીકે પોલીસની ભૂમિકા નાતજાતના ભેદભાવ રાખ્યા વગર માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે. હાલમાં પોલીસ કર્મીઓ ઉનાળામાં ધોમધખતા તાપમાં કોરોનાનાં કહેર વચ્ચે પણ પોલીસ ખરા બપોરે સક્રિય ફરજના ભાગરૂપે લોકડાઉન અંતર્ગત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે પોલીસની કામગીરી નિહાળી ટંકારા પંથકના લોકો પોલીસ તંત્રનો આભાર તો વ્યક્ત કરે જ છે સાથે બનતી મદદનો પ્રયાસ પણ કરે છે. જેમાં હસ્તકલાના ઉધોગ સાથે સંકળાયેલા મીત ઈન્ડસ્ટ્રીઝ જબલપુરના દયાલજી પ્રજાપતિ દ્વારા માટીના બનાવેલા ઠંડા પાણી માટેની બોટલોનું દરેક પોલીસ જવાનને વિતરણ કરવામાં આવ્યું હતું. જેની હાલની પરિસ્થિતિમા ખાસી એવી જરૂર છે.