મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમ દ્વારા સોશિયલ મીડીયાના માધ્યમથી લોકડાઉન દરમ્યાન પાન-માવાનું ખરીદ-વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગઈકાલે તા. 6ના રોજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સોશિયલ મીડીયાના માધ્યમથી જાણવા મળેલ કે મોરબીના રવાપર રોડ પર બે ઇસમો પાન-માવાનુ ખરીદ વેચાણ કરી રહેલ હતા. જેથી, સોસીયલ મીડીયામાં જણાઇ આવતી દુકાનની તપાસ કરતા રવાપર રોડ પર આવેલ 'ભારત પાન' નામની દુકાનમાં પાન-માવાનું ખરીદ-વેચાણ કરતા દુકાનના માલિક દિપકભાઈ શાંતીલાલભાઇ ભોજવાણી (રહે. વાઘપરા શેરી નં. 10) તથા પાન-માવાની ખરીદ અર્થે આવેલ હિતેષભાઇ નરશીભાઈ ગોલતર (રહે. મોરબી સામા કાંઠે, ત્રાજપર)ની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંઘી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.