મોરબી : મૂળ લક્ષ્મીવાસ, લાલપર નિવાસી સ્વ. દામજીભાઈ પ્રેમજીભાઈ સંધાણી (ઉ.વ. 60) ગત તા. 24 એપ્રિલ શુક્રવારના રોજ અવસાન પામેલ છે. ત્યારે સદગતના આત્માને સાચી શ્રદ્ધાંજલિ મળે એટલા માટે સંધાણી પરીવારે લોકડાઉન વચ્ચે સરકારના તમામ આદેશોના પાલન સાથે સંરકાર ઈમેજીંગ સેન્ટર & બ્લડ બેંકમાં 24 બોટલનું રકતદાન કરી સમાજને એક નવો રાહ ચિંધ્યો છે. તેમજ માનવ સેવાનું કાર્ય કરવું એ જ સાચી શ્રદ્ધાંજલિ છે તેવો સંદેશ આપ્યો છે.