મોરબી : મોરબી નજીક બાઇક વિજપોલ સાથે અથડાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જાંબુડીયા ગામે પાણીના ટાંકા પાસે રહેતા નવુભા અલુજી ઝાલા ઉ.વ.૪૫ ગઈકાલે તા.૬ ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર જાંબુડીયા ઓવરબ્રીજ નીચે પોતાનું મોટર સાઈકલ નંબર જી.જે.૩૬ એમ ૭૮૯૩ વાળુ ચલાવી જઈ રહ્યા હતા. તે સમયે કોઇ પણ કારણોસર મોટર સાઈકલ સ્લીપ થતા રોડના ડીવાઇડર તથા બાજુમાં ઇલેક્ટ્રીક થાંભલા સાથે ભટકાતા માથામાં ગંભીર ઇજા થતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.