મોરબી : મોરબીમાં LIB PI તરીકે બી.પી. સોનારાની નિમણુંક કરવામાં આવી છે. હાલ તેઓ જૂનાગઢ આઈબી ખાતે ફરજ બજાવી રહ્યા હતા. ઉપરાંત અગાઉ તેઓ મોરબી એ ડિવિઝનમાં પણ સુપેરે ફરજ બજાવી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે કડક અને નિડરની છાપ ધરાવતા બી.પી. સોનારાએ પાટીદાર આંદોલન વખતે ખૂબ સારી રીતે કામગીરી કરી હતી.